Dholera Latest Updates

Welcome

Updates

  • ગુજરાતમાં નાણાકીય વર્ષ 2023-24માં રૂ. 60,600 કરોડનું સીધું વિદેશી રોકાણ આવ્યું
    • ગિફ્ટ સિટી, ધોલેરા, ફાર્મા અને કેમિકલ સેક્ટર નવું રોકાણ આકર્ષવામાં અગ્ર સ્થાને રહ્યા
  • સરકારની નીતિઓના કારણે ગ્રીન હાઈડ્રોજન અને રિન્યુએબલએનર્જી સેક્ટરને પ્રોત્સાહન મળ્યું
  • એસોસિએટ ચેમ્બર ઓફ્ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (એસોચેમ)ના ગુજરાત કાઉન્સિલ કો-ચેર જૈમીન શાહે જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિદેશી રોકાણ આકર્ષવામાં ગિફ્ટ સિટીની મહત્વની ભૂમિકા છે. ગિફ્ટમાં ફ્નિટેક અને It કંપનીઓ આવી રહી છે. સાથે જ અલ્ટરનેટ ઇન્વેસ્ટમેન્ટ ફ્ંડ મારફ્ત પણ ઘણું રોકાણ આવે છે. આ ઉપરાંત હેલ્થકેર અને ફાર્મા સેક્ટરમાં ઘણું નવું ઇન્વેસ્ટમેન્ટ આવ્યું છે. વાઈબ્રન્ટ ગુજરાતના કારણે પણ Fdiમાં વધારો થયો છે. બીજી તરફ્ સરકારની નીતિઓના કારણે ગ્રીન હાઈડ્રોજન અને રિન્યુએબલએનર્જી સેક્ટરને પ્રોત્સાહન મળ્યું છે. ધોલેરામાં ઘણી વિદેશી કંપનીઓ રસ બતાવી રહી છે તે જોતા આગામી દિવસોમાં રાજ્યમાં ઓવરઓલ વધુ રોકાણ આવશે.