Dholera Latest Updates

Welcome

Updates

નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીથી શરૂ કરીને વડાપ્રધાન સુધીના કાર્યકાળમાં સર્વસમાવેશક વિકાસ કાર્યક્રમોને કારણે પ્રવાસીઓને આકર્ષવામાં અમદાવાદ ગોવાને પછાડી આગળ વધી ગયું છે. એ જ રફ્તારથી વિકસિત થતા ધોલેરા SIRએ અમદાવાદના જુવાનિયાની જોબનું ડેસ્ટિનેશન બનશે. 10 લાખ યુવાનોને નોકરી મળશે. એમ ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે નરોડામાં ભાજપની ચૂંટણી પ્રચાર સભામાં જણાવ્યુ હતુ. અમદાવાદ પૂર્વ લોકસભાના સાંસદ અને ભાજપના ઉમેદવાર હસમુખ પટેલની પ્રચાર સભાને સંબોધતા શાહે કહ્યુ, સાતમાંથી બે ચરણમાં ચૂંટણી પૂર્ણ થઈ છે. આ બંને ચરણમાં નરેન્દ્ર મોદીએ સેન્ચ્યુરી પૂર્ણ કરી લીધી છે. તમામ તબક્કાને અંતે તેમનો રથ 400ને પાર કરશે. અમદાવાદના કોમી હુલ્લડો, કરફ્યુકાળને મતદારોને યાદ કરાવી તેમણે પુર્વ અને પશ્ચીમ વચ્ચે વિકાસનો ભેદ મિટાવ્યાનું ઉમેર્યુ હતુ. હેરિટેજ સિટી, બીઆરટીએસ, મેટ્રો, રિવરફ્રન્ટ, સહિત અનેકવિધ વિકાસ પ્રોજેક્ટ જણાવીને તેમણે સાંસદ, ઉમેદવાર હસમુખ પટેલ અંગે કહ્યુ કે, આ એચ.એસ. અહીં તમારી આગળ શાંત રહેતા હશે પણ દિલ્હીમાં અમદાવાદના વિકાસ માટે મોટા મોટા મંત્રીઓ આગળ ઝઘડતા મે જોયા છે. એટલે જે આપણને મોટા કરે તેમના માટે લડતા રહે તેવો સ્વભાવ જાણવી રાખે. ભાજપની આ સભામાં ગૃહમંત્રી હર્ષ સંઘવી, સ્થાનિક ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા.